નોટિસ .

અમદાવાદ બીઆરટીએસ એ અમદાવાદ, ગુજરાત, ભારતમાં ચાલતી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. તે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા સંચાલિત છે.

.

સ્માર્ટ કાર્ડ


જનમિત્ર કાર્ડ વિશે


આઇસીઆઇસીઆઇ બેન્ક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂ કરે છે – જનમિત્ર- અમદાવાદ સ્માર્ટ સિટી કાર્ડ. આ પ્રકારનું આ પ્રથમ કાર્ડ છે જેમાં પ્રિપેઇડ તથા  રીલોડેબલ કાર્ડ જેવી સુવિધા અને સુગમતા આપવા માં આવેલ છે આ કાર્ડ અમદાવાદ શહેરની અંદર તમારી બધી ચૂકવણીની જરૂરિયાતો માટે પ્રેરક સુવિધાઓ અને અનેક લાભો પણ આપે છે.


 


જનમિત્ર કાર્ડનો ઉપયોગ -


અમદાવાદમાં કેશલેસ બસની મુસાફરી માટે.


બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) માટે ટિકિટ અને સ્ટોર પાસ ખરીદવા માટે.


અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (એએમટીએસ) માટે ટિકિટ અને સ્ટોર પાસ ખરીદવા માટે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) વ્યવસાયવેરા અને એએમસી મિલકતવેરા ની ચૂકવણી માટે.


કાંકરિયા તળાવમાં પ્રવેશની ચૂકવણી માટે


સાબરમતી રિવરફ્રન્ટમાં પ્રવેશની ચુકવણી માટે


શોપિંગ મોલમાં, રેસ્ટૉરન્ટ્સમાં અને પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનોની મદદથી અન્ય ડિજિટલ ચૂકવણી માટે.


એએમસી સંચાલિત પાર્કિંગ ચુકવણી માટે.


કયાંથી તમારૂં જનમિત્ર કાર્ડ મેળવી શકશો અને રિચાર્જ કરાવી કરશો ?


 https://www.icicibank.com/Personal-Banking/cards/prepaid/Janmitra-card/index.page